29/07/2013
07/06/2013
04/02/2013
05/01/2013
08/11/2012
25/08/2012
22/07/2012
18/07/2012
16/07/2012
ગાંધીનગર સહિત રાજ્યભરમાં સોમવારથી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય
શિક્ષકોની સ્થળ પસંદગી કેમ્પ શરૂ કરાયા છે, પરંતુ કેમ્પમાં
શિક્ષકો પાસેથી માત્ર અસલ પ્રમાણપત્રો લઈ લેવા સિવાય કોઈ કામગીરી ન કરાતાં રોષની
લાગણી ફેલાઈ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના દબાણને વશ થઈ રાજ્ય સરકારે છેલ્લી
ઘડીએ સ્થળ પસંદગીની કામગીરી પડતી મૂકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોને સ્થળ પસંદગી માટે સોમવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પણ કેમ્પ યોજાયો હતો, પરંતુ આ કેમ્પમાં છેલ્લી ઘડીએ સરકારના મૌખિક આદેશને પગલે સ્થળ પસંદગીની કામગીરી પડતી મૂકવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા સોમવારથી સ્થળ પસંદગીના કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી અને તે પ્રમાણે શિક્ષકોને પણ કેમ્પની વિગતો આપી દેવાઈ હતી.
બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સ્થળ પસંદગીની કામગીરી શરૂ ન કરવા સરકાર પર દબાણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ આખું ચિત્ર બદલાઈ ગયું હતું અને આ દબાણને વશ થઈને સરકારે સ્થળ પસંદગી મોકૂફ રાખવી પડી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોને સ્થળ પસંદગી માટે સોમવારથી રાજ્યના તમામ જિલ્લાઓમાં કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં પણ કેમ્પ યોજાયો હતો, પરંતુ આ કેમ્પમાં છેલ્લી ઘડીએ સરકારના મૌખિક આદેશને પગલે સ્થળ પસંદગીની કામગીરી પડતી મૂકવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા સોમવારથી સ્થળ પસંદગીના કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી અને તે પ્રમાણે શિક્ષકોને પણ કેમ્પની વિગતો આપી દેવાઈ હતી.
બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સ્થળ પસંદગીની કામગીરી શરૂ ન કરવા સરકાર પર દબાણ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે રાજ્યના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક બાદ આખું ચિત્ર બદલાઈ ગયું હતું અને આ દબાણને વશ થઈને સરકારે સ્થળ પસંદગી મોકૂફ રાખવી પડી છે.
15/07/2012
14/07/2012
13/07/2012
12/07/2012
04/07/2012
02/07/2012
24/06/2012
લાંચ રુશવત બાબતે ફરીયાદ
કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ રુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ રુશવત વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેમ જ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ગોધરા, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ, વલસાડ અને ડાંગ, તાપી-વ્યારા, નવસારી, નર્મદા-રાજપીપળા, દાહોદ, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ-ભૂજ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમરેલી ખાતે લાંચ રુશવત વિરોધી બ્યુરોના પોલીસ સ્ટેશનો આવેલા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈ પણ ખાતાના કર્મચારી વિરુદ્ધની લાંચ રૂશ્વત સંબંધી ફરિયાદ તેઓને આપી શકે છે.
લાંચ રુશવત અંગેની ફરિયાદ કોઈ પણ મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) કક્ષાના અધિકારી અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ જાહેર જનતા પોતાની ફરિયાદ આપી શકે છે. |
12/06/2012
શિક્ષણ સંસ્થાની પસંદગી કરતાં આટલું પગમાં જોવું
| |||
|
21/05/2012
19/05/2012
શિક્ષણ સમાચાર ( સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો ?
તાજેતરમાં
ગુજરાત ગૌણ સેવા આયોગ ગાંધીનગર દ્વારા ક્લાર્કની પંદરસો જેટલી જગાઓ ભરવાની જાહેરાત
પ્રસિદ્ધ થઇ છે. સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી માટેની કદાચ આ
પહેલી જાહેરાત હશે. આ ઉપરાંત ભારતીય સ્ટેટ બેંક, દેના
બેંક સહિત અનેક બેંક્સ દ્વારા મદદનીશ, સહાયકો, ક્લાર્કસ
વગેરેની જગાઓ ભરવાની છે. આ બધી જગ્યાઓ માટે અસંખ્ય ઉમેદવારોએ અરજીઓ કરી હશે. માત્ર
ગુજરાત ગૌણ સેવા આયોગની કારકુનની પરીક્ષામાં પોણા ત્રણ લાખ કરતાં પણ વધુ ઉમેદવારો
પોતાના ફોર્મ્સ ભરી સરકારી નોકરી મેળવવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જે
જગાના પ્રમાણમાં લગભગ ૨૦૦ ગણા છે એટલે કે એક જગા માટે ૨૦૦ ઉમેદવાર મેદાનમાં છે. આમ
આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં તીવ્ર હરીફાઇનો સામનો કરવો પડશે ત્યારે યુવાનોએ શું શુ
કાળજી રાખવી, પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તે
માટેની કેટલીક ટિપ્સ જોઇએ
(1) પરીક્ષા માટેની ધગશ : કોઇ પણ ટાસ્કને
સારી રીતે પાર પાડવા ગમે તેટલી સારી મહેનત હોવા છતાંય જો તમારામાં ધગશ નહીં હોય તો
તેમાં સફળતા મળવામાં ભારે મુશ્કેલી પડશે. તેથી પરીક્ષા પાસ કરવાનો જીવનમંત્ર ન
બનાવતાં તેમાં ટોપ પર રહેવાની ધગશ રાખશો અને તે પ્રમાણે મહેનત કરશો તો સફળ થશો
(2) સમય
: પરીક્ષાની તૈયારી માટે ચોક્કસ સમય ફાળવવો જરૃરી છે કારણ કે આ કોઇ કોલેજની
પરીક્ષા નથી અને અહીં માત્ર પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય નથી. આ સ્પર્ધાત્મક
પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાની સાથે સાથે ટોપ પર રહેવાની જરૃર છે. પરીક્ષાની
તૈયારી માટે એક ચોક્કસ સમય ફાળવી તે પ્રમાણે પદ્ધતિસરનું આયોજન કરવું જરૃરી છે. અહીં
તમારા મિત્રો સાથે જ તમારે સ્પર્ધા કરવાની છે તેથી પરીક્ષાના દરેક વિષય મુજબ ટાઇમ
ટેબલ બનાવો. નબળા વિષયોમાં વધુ સમય ફાળવો. તેવા વિષયોની મિત્રો સાથે ચર્ચા કરો, તેમની
સલાહ લો, માર્ગદર્શન મેળવો. તમારા પ્રોફેસર્સ
કે સલાહકાર કે અગાઉ સફળ થયેલા તમારા મિત્રોની પણ સલાહસૂચન મેળવી શકો છે. પુસ્તક
અને સાહિત્ય ભેગું કરી નાખ્યું, સમય ફાળવાઇ ગયો પણ પ્રારંભ જ ન કર્યો
તો સરવાળે મીંડું જ કહેવાય. પરીક્ષાની તારીખ પહેલાં જ આયોજન કરી તૈયારીનો પ્રારંભ
કરો. આટલા બધા ઉમેદવારોમાં આપણો ક્યાં ગજ ખાવાનો તેવા નિરાશાવાદી કે નકારાત્મક
વિચારો છોડી દો, તેને મનમાંથી કાઢી નાખો અને પરીક્ષાની
તૈયારી એક હકારાત્મક અભિગમ સાથે કરો. પરિણામની ચિંતા ના કરો. ઘણી વાર ભવિષ્યની
ચિંતામાં આપણે વર્તમાન ખોઇ દેતા હોઇએ છે.
(3)
પરીક્ષાનું
સાહિત્ય : સામાન્ય રીતે ઘણા યુવાનો પરીક્ષાના આગલા દિવસે જ વિષયની જાણકારી મેળવતા
હોય છે અને આવા જ યુવાનો જ્યારે સફળ થતા નથી ત્યારે પરીક્ષાની પદ્ધતિ સામે બળાપો
કાઢતા રહે છે. પરીક્ષાની તૈયારીના ભાગ રૃપે અગાઉની પરીક્ષાનાં પેપર્સ ભેગા કરવા, વિષયવાર
સાહિત્ય, પુસ્તકો, સિલેબસમાં
જણાવ્યા મુજબનાં પુસ્તકો ભેગાં કરવા, અભ્યાસક્રમની માહિતી મેળવવી, મિત્રો
સાથે સાહિત્યની આપ-લે કરવી, વિચાર-વિમર્શ કરવો, ચર્ચા
કરવી, હેતુલક્ષી સવાલ-જવાબ તૈયાર કરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાત્મક પરીક્ષા હોવાથી શોર્ટકટ પદ્ધતિ ન અપનાવો, ચોરી
કરવાનો ખ્યાલ પણ મનમાંથી કાઢી નાખો, તેમ કરવા જતાં કાયમી રીતે સરકારી
નોકરી માટેની તક ગુમાવી દેશો. સવાલ- જવાબ તૈયાર કરતી વખતે માત્ર અધિકૃત પુસ્તકો કે
માહિતીના આંકડા જ માન્ય રાખતા હોવાથી તેવુ સાહિત્ય મેળવવું. સરકારી પુસ્તકો, માહિતીઓ, લેખો, સરકારી
આંકડાઓ વગેરેને પ્રથમ પ્રાધાન્ય આપવું, અને તે પ્રમાણે માહિતીઓનું વિશ્લેષણ
કરવું.
(4) પરીક્ષાના સમયે : પરીક્ષાના સમયે
કોલલેટરની સાથે મળેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી જાવ. તે સમયે મગજને શાંત રાખો. રાતના
ખોટા ઉજાગરા ના કરો. મિત્રો સાથે ચર્ચા કરો. કોઇ પણ જાતના ગભરાટ કે ચિંતા વગર
પરીક્ષા આપવા જાવ.
12/05/2012
05/05/2012
વર્ધિત પેન્શન યોજનાથી વાકેફ થાઓ
- વર્ધિત પેન્શન યોજના જાહેરનામું
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 2
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 3
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 4
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 5
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 6
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 7
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 8
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 9
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 10
03/05/2012
29/04/2012
Subscribe to:
Posts (Atom)