બાલવાર્તા






૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬



             

'બુદ્ધિ જેવું બીજું કોઈ મોટું ધન નથી'





મારી કલ્પના ૧૦૦
એ ક હરદાસપુર નામનું સુંદર નગર હતું. આ નગરમાં રાજા મહેન્દ્રપ્રતાપનું શાસન ચાલતું હતું. રાજા મહેન્દ્રપ્રતાપ તે નગરના મહાન રાજા હતા. તે પ્રજાનાં દુઃખને પોતાનું દુઃખ સમજતા હતા.
રાજા મહેન્દ્રપ્રતાપને ચાર પુત્રો હતા. ચારેય પુત્ર એક જ જેવા- બળવાન, કુશળ, હોશિયાર અને પ્રજાપ્રેમી હતા.
રાજા મહેન્દ્રપ્રતાપની ઉંમર ખૂબ વધારે હતી. તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમને એક ચિંતા સતાવતી હતી કે તેમના મૃત્યુ બાદ રાજસિંહાસન માટે કયો પુત્ર યોગ્ય રહેશે? જે પ્રજાનાં દુઃખને પોતાનું દુઃખ સમજે, પ્રજાને માન, આદરથી રાખે ને કોઈ પણ તેના પુત્રને બુદ્ધિમાં છેતરી ન જાય.
રાજાએ આ બાબત માટે બધાની સલાહ લીધી, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. છેવટે તેને એક યુક્તિ સૂઝી. તેણે તેના ચારેય પુત્રોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે તેના ચારેય પુત્રોને ઓરડામાં બોલાવ્યા ને ચારેય પુત્રોને એક-એક રૂપિયો આપ્યો અને કહ્યું કે, "તમે એક રૂપિયાની એવી વસ્તુ લાવો કે જેનાથી આખો ઓરડો ભરાઈ જાય.' અને છેલ્લે રાજાએ તેમને એક દિવસનો સમય આપ્યો.
ચારેય પુત્રો મૂંઝવણમાં પડી ગયા. તેમાંથી ત્રણ પુત્રો અસફળ થઈ ગયા અને રાજાનો જે સૌથી નાનો પુત્ર હતો તેને એક વિચાર આવ્યો. તેણે તે રૂપિયામાંથી પચાસ પૈસાનું કોડિયું ખરીદ્યું. તેમાં તેણે પંદર પૈસાની રૂની દિવેટ મૂકી. પછી તેણે તે કોડિયામાં પચીસ પૈસાનું ઘી ભર્યું અને છેલ્લે દસ પૈસા વધ્યા તેમાંથી તેણે તેની માચીસ ખરીદી.
બીજા દિવસે એજ સમય પર રાજા અને તેના ચારેય પુત્રો એજ ઓરડામાં ભેગા થયા. તેમાંથી ત્રણ પુત્રોએ પોતાની હાર કબૂલ કરી અને જ્યારે સૌથી નાના પુત્રનો વારો આવ્યો તો તેણે પોતાનો દીવો રાજા સામે માચીસથી પ્રગટાવ્યો. જેનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો.
છેલ્લા પુત્રએ તેના પિતાને કહ્યું કે, "મેં જે દીવો પ્રગટાવ્યો છે તેના પ્રકાશથી આખો ઓરડો ભરાઈ ગયો છે." પુત્રના આ જવાબથી રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને તેના પુત્રને ભેટ સ્વરૂપે રાજસિંહાસન સોંપ્યું.
બોધઃ જીવનમાં ગમે ત્યારે કોઈ પણ સમયે હાર સ્વીકારવી જોઈએ નહીં અને આવા સમયે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.






એક હતો તરવાડી. એનું નામ હતું દલો.
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું તરવાડી રે તરવાડી !
તરવાડી કહે શું કહો છો ભટ્ટાણી ?
ભટ્ટાણી કહે રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?
તરવાડી કહે ઠીક.
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?
છેવટે તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.
દલો કહે વાડી રે બાઈ વાડી !
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે રીંગણાં લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લે ને દસ-બાર !
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.
વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાઈ વાડી !
વાડીને બદલે દલો કહે શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે રીંગણા લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે લે ને દસ-બાર !
દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?
દલો કહે કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.
માલિક કહે પણ વાડી કાંઈ બોલે ?
દલો કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?
માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો કૂવા રે ભાઈ કૂવા !
કૂવાને બદલે વશરામ કહે શું કહો છે વશરામ ભૂવા ?
વશરામ કહે ડબકાં ખવરાવું બે-ચાર ?
કૂવાને બદલે વશરામ બોલ્યો ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.
દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈસાબ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !
પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો





મારી કલ્પના-૮૨
એ ક મોટું સુંદર જંગલ હતું. આ જંગલમાં બધાં પ્રાણીઓ સંપીને રહેતાં અને હળીમળીને કામ કરતાં. આ જંગલમાંથી એક નદી પસાર થતી હતી. આ નદીકિનારે એક કાચબો રહેતો હતો. આ કાચબો બહુ ચતુર હતો. કાચબો નદીકિનારે પોતાનું સુખમય જીવન જીવતો હતો. જંગલનાં ઘણાં પ્રાણીઓ આ નદીકિનારે પાણી પીવા આવતાં.
આ જંગલમાં એક શિયાળ રહેતું હતું. તે બહુ લુચ્ચું અને લોભી હતું. આ શિયાળ પણ દરરોજ નદીકિનારે પાણી પીવા આવતું. એક દિવસ શિયાળ જ્યારે પાણી પીવા આવ્યું ત્યારે તેની નજર પેલા તાજામાજા કાચબા પર પડી. આ કાચબાને જોતાં જ શિયાળના મનમાં કાચબાને મારી ખાઈ જવાનો લોભ જાગ્યો. શિયાળ બીજા દિવસે પાણી પીવા આવ્યું ત્યારે તેણે કાચબા સાથે દોસ્તી કરી લીધી. કાચબો ભોળો હતો. તે શિયાળનો મિત્ર થઈ ગયો. એક દિવસ શિયાળે કાચબા પાસે આવીને કહ્યું, “કાચબાભાઈ,કાચબાભાઈ ચાલો આપણે બંને એક સુંદર જગ્યાએ જઈએ. ત્યાં આપણે રમીશું, મીઠાં ફળો ખાઈશું તેમજ ખૂબ મોજમસ્તી કરીશું.” કાચબાએ તો તરત જ હા પાડી દીધી. એ બંને તે સુંદર જગ્યા તરફ જવા માટે નીકળ્યાં. શિયાળ કાચબાને એવી જગ્યાએ લઈ ગયું કે જ્યાં કોઈ પણ પ્રાણીની અવરજવર ન થતી હોય. તે જગ્યા સુમસામ હતી. તે જગ્યાએ પવનના સુસવાટા બોલતા હતા. કાચબો આશ્ચર્યમાં પડી ગયો. કાચબાને થયું કે આ શિયાળ મને કેમ અહીં લાવ્યું છે. શિયાળ અચાનક જોર જોરથી હસવા લાગ્યું. તેણે કાચબાને કહ્યું, “કાચબાભાઈ, હું તમને અહીં મોજમસ્તી કરવા નથી લાવ્યો. હું તમને ખાઈ જઈશ.” કાચબો ચતુર હતો, તેથી તે જરાય ગભરાયો નહીં. તેને ખબર હતી કે તે ભાગી શકવાનો નથી, કારણ કે કાચબાની ચાલ બહુ ધીમી છે. શિયાળ કાચબા જેટલું ચતુર નહોતું. બિચારા શિયાળને શી ખબર કે કાચબાની પીઠ એ જ કાચબાનું રક્ષણ કરવાનું હથિયાર છે અને તે જ કાચબાનું ઘર છે. શિયાળે તરત જ કાચબા પર છલાંગ મારી. કાચબાએ પોતાના હાથ-પગ અને મોં પીઠમાં અંદર લઈ લીધા. શિયાળે કાચબાની પીઠ પર બળપૂર્વક ડૂચો ભર્યો ત્યારે શિયાળાના બધા જ દાંત પડી ગયા અને મોઢું લોહીલુહાણ થઈ ગયું. શિયાળ તો તરત જ ત્યાંથી ભાગી ગયું. બાળમિત્રો, ભાગતાં ભાગતાં શિયાળ બોલતું જતું હતું કે વધારે લોભ કરવાથી મારી આવી ભૂંડી હાલત થઈ છે.
‘અતિ લોભ એ પાપનું મૂળ છે.’