સ્વાગત ગીત


સ્વાગત ગીત

શાળાને આંગણે આવ્યા મહેમાન રે,
કરીએ સ્વાગત ને, હૈયે છે હર્ષ રે ....(૨)
પધારો પધારો મહેમાન......(૨)
નાનારે બાળ અમે ખીલતા કુસુમ કલી,
મેળવીએ જ્ઞાન, અમે થઈશું મહાન...
પધારો પધારો મહેમાન.....(૨)
નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ,
હૈયાના હેતને, સામે તે રાખીએ ....(૨)
પધારો પધારો મહેમાન.....(૨) શાળાને....
આવ્યા છો આપ તો માગ રે ચિંધજો,
શિખામણના બોલ બે અમને રે કહેજો.....(૨)
પધારો પધારો મહેમાન.....(૨)

     ઝંડા ગીત

વિજયી વિશ્વ તિરંગા પ્યારા,
ઝંડા ઊંચા રહે હમારા,
સદા શકિત સરસાનેવાલા,
પ્રેમ સુધા બરસાનેવાલા,
વીરો કો હરસાનેવાલા,
માતૃભૂમિ કા તન મન સારા,
ઝંડા ઊંચા રહે હમારા,
વિજયી વિશ્વ તિરંગા પ્યારા.
શાન ન ઈસકી જાને પાવે,
ચાહે જાન ભલે હી જાવે,
વિશ્વ વિજય કરકે દિખલાવે,
તબ હોવે પ્રણ પૂર્ણ હમારા,
ઝંડા ઊંચા રહે હમારા,
વિજયી વિશ્વ તિરંગા પ્યારા.

 

 સ્વાગત ગીત

આવો મહેમાન અમ આંગણિયે રે.....
આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....


સ્વાગત ગીત

સખી શણગારો આજ આખા ગામને રે,
મારે આંગણે વધાવું મહેમાનને રે.....સખી.....
સૌ આદર આપીને કરો વંદનો રે,
આવો ઉત્સવ ઉજવીએ આનંદના રે.....સખી.....
આજ સ્વર્ણિમજ્યોતિ કેવી દીપતી રે,
ચાલો કરીએ સંકલ્પ રહે પ્રગતિ રે.....સખી.....
સાથે કન્યા કેળવણી આવશે રે,
એ તો જ્ઞાનનાં દીપક જલાવશે રે.....સખી.....
જાણે આકાશે તારલિયા ટમકે રે,
મારું ગુજરાત ઝાઝેરું ઝળકે રે.....સખી.....




                                        નવા સ્વાગતગીતો સમયાંતરે અપડેટ થતા રહેશે,


                                                                                       કૃપા કરી ફરી મુલાકાત કરશો...