24/06/2012


લાંચ રુશવત બાબતે ફરીયાદ


                      કોઈ પણ વ્‍યક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ રુશવતની માગણી કરવામાં આવે ત્યારે તે વ્‍યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ રુશવત વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. તેમ જ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, પાટણ, આણંદ, ખેડા, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્‍ય, ગોધરા, સુરત શહેર, સુરત ગ્રામ્‍ય, ભરૂચ, વલસાડ અને ડાંગ, તાપી-વ્‍યારા, નવસારી, નર્મદા-રાજપીપળા, દાહોદ, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્‍ય, સુરેન્દ્રનગર, કચ્‍છ-ભૂજ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમરેલી ખાતે લાંચ રુશવત વિરોધી બ્યુરોના પોલીસ સ્ટેશનો આવેલા છે જેમાં પોલીસ ઇન્‍સ્‍પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે. કોઈ પણ ખાતાના કર્મચારી વિરુદ્ધની લાંચ રૂશ્વત સંબંધી ફરિયાદ તેઓને આપી શકે છે.
લાંચ રુશવત અંગેની ફરિયાદ કોઈ પણ મદદનીશ નિયામક (નાયબ પોલીસ અધીક્ષક) કક્ષાના અધિકારી અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ જાહેર જનતા પોતાની ફરિયાદ આપી શકે છે.